પત્ર
લાડલી BABY
હજી તો તારું નામ પણ વિચારવામાં આવ્યું નથી
તો પણ
આ દુનિયામાં તમારું સ્વાગત છે,આ ખૂબ જ અનોખી સુંદર અને પ્યારી જગ્યા છે અને હવે તારે અને હજી વધારે સુંદર કરવા માટે મોકલવામાં આવી છે,મોકલ્યુ છે કોણે એનાથી કોઈ ફરક નથી પડતો અને અત્યાર સુધી કોઈને ખબર પણ નથી પડી ને જો ખબર પડશે તો પણ કોઇ વધારે ફરક પડે એવું લાગતું નથી એટલે એવા સવાલ માં પોતાનો સમય વધારે ખર્ચ ના કરીશ અને આપણી બધા પાસે એક લિમિટેડ સમય છે જેને જેટલું પણ હોય એ ઓછો જ પડશે આ દુનિયામાં એટલું બધું છે જાણવા માટે, મેહસૂસ કરવા માટે, EXPERIENCE કરવા માટે કે તારી પાસે થોડો પણ સમય નથી બરબાદ કરવા માટે અથવા બગાડવા માટે, સંભાવના અનલિમિટેડ છે તું કઈ પણ બની શકે છે કંઇ પણ કરી શકે છે આ દુનિયાને બદલી શકે છે.
બધા નવા દિવસે કંઈક નવું કરજે કંઈક નવું શીખજે કંઈક નવું સમજજે,વિચારજે અને જો ક્યારેય પણ કોઈ કામને લઈને મનમાં સંકોચ હોય તો યાદ રાખજે કે ન કરીને પસ્તાવો ખાવા કરતાં, કરીને પસ્તાવો કરવો સારી વાત છે કેમ કે કંઈક કામ કરીને બીજું કંઇ ન પણ મળે તો પણ એનો અનુભવ તો મળશે જ અને એ બધા કરતા ખૂબ કીમતી અને અમૂલ્ય છે.
બધી વસ્તુઓનો અનુભવ કરજે પણ કોઈપણ વસ્તુ ની પોતાને આદત ના પડવા દેતી.
અનુભવથી સારા અને ખરાબ માં તને ફર્ક કરવા ની સમજ આવશે, અને ભવિષ્ય માં ખોટું કામ કરવાથી પણ તને બચાવશે,પણ ભૂલ કરવાથી ક્યારેય ડરતી નહીં કેમ કે ભૂલ તો એનાથી જ થશે ને જે કંઈક કરશે.
પોતાની ભૂલોની જવાબદારી લેતાં જાતે શીખજે એને સુધારજે બીજાની ભૂલોને માફ કરજે અને એમને સુધારવા માટે મોકો પણ આપજે કેમ કે કોઈ જાણીજોઈને ભૂલ નથી કરતું કોઈ જાણીજોઈને ખરાબ વર્તન પણ નથી કરતું બીજાની જિંદગી માં શું ચાલતું હશે એ કોઈને ખબર નથી હોતી એટલે બધાને એ જ મોકો આપજે જે તું પોતાને આપીશ બધા સાથે એટલી જ નરમાઇથી વાત કરજે જેટલી તું પોતાની સાથે કરીશ, બધાની ઈજ્જત કરજે, બધા પર વિશ્વાસ કરજે ,બધાને પ્યાર કરજે આ દુનિયામાં પ્રેમની બહુ કમી છે,બહુ જરૂર છે અને બધાની જેમ તને પણ જરૂર પડશે એટલે ત્યારે માંગવામાં સંકોચ ન કરતી અને આપવા મા વિચાર ના કરતી.
જિંદગી ખૂબ જ નાની છે શરમ માટે,સંકોચ માટે-આવડે કે ન આવડે જિંદગી જીવવા માટે મન ભરીને નાચજે,ગળું ફાડીને ગીત ગાજે, મન ભરીને ખુલીને હશજે,રડવું પડે તો રડી પણ લેજે જેમ તું જન્મ વખતે રડે છે,જેમ તું અત્યારે રડે છે.
બસ શરીરથી જ મોટી થજે,મનથી નહીં જે દિવસે તારું આ બાળપણ ની માસૂમિયત જતી રહેશે,ત્યારે સમજવું જિંદગી પૂરી થઈ ગઈ.
ભવિષ્યની વિશે વિચાર કરજે પરંતુ ચિંતા ન કરતી, પાછળના દિવસો ને યાદ કરજે પણ એમાં ખોવાઈ ન જતી જિંદગીમાં ક્યારેક સારા દિવસો આવશે ક્યારેક ખરાબ દિવસો આવશે સારા દિવસો માં ઘમંડ ના કરતી અને ખરાબ દિવસોમાં હતાશ ના થતી,
સફળતા નો બધો શ્રેય પોતાના નામે ના આપતી અને અસફળતા નો બધોદોષ કે જિમ્મેદારી બીજા પરના થોપી કે નાખી દેતી.
બચ્ચા બસ આગળ વધ્યા કરજે,ખુશી ઓ વહેંચતી જજે.
યાદ રાખજે આપણે ખાલી એક જ કામ કરવા માટે આ દુનિયા માં મોકલવામાં આવ્યા છે આ દુનિયાને વધારેમાં વધારે સુંદર અને પ્યારી બનાવવા.
ખૂબ ખૂબ પ્યાર અને આશીર્વાદ
Lots of love and blessings
MEHUL SHELADIYA
Have a nice day
Thank you
https://wa.me/message/VT3UQGRAVVYFK1
Comments
Post a Comment
Share your views