પત્ર લાડલી BABY હજી તો તારું નામ પણ વિચારવામાં આવ્યું નથી તો પણ આ દુનિયામાં તમારું સ્વાગત છે,આ ખૂબ જ અનોખી સુંદર અને પ્યારી જગ્યા છે અને હવે તારે અને હજી વધારે સુંદર કરવા માટે મોકલવામાં આવી છે,મોકલ્યુ છે કોણે એનાથી કોઈ ફરક નથી પડતો અને અત્યાર સુધી કોઈને ખબર પણ નથી પડી ને જો ખબર પડશે તો પણ કોઇ વધારે ફરક પડે એવું લાગતું નથી એટલે એવા સવાલ માં પોતાનો સમય વધારે ખર્ચ ના કરીશ અને આપણી બધા પાસે એક લિમિટેડ સમય છે જેને જેટલું પણ હોય એ ઓછો જ પડશે આ દુનિયામાં એટલું બધું છે જાણવા માટે, મેહસૂસ કરવા માટે, EXPERIENCE કરવા માટે કે તારી પાસે થોડો પણ સમય નથી બરબાદ કરવા માટે અથવા બગાડવા માટે, સંભાવના અનલિમિટેડ છે તું કઈ પણ બની શકે છે કંઇ પણ કરી શકે છે આ દુનિયાને બદલી શકે છે. બધા નવા દિવસે કંઈક નવું કરજે કંઈક નવું શીખજે કંઈક નવું સમજજે,વિચારજે અને જો ક્યારેય પણ કોઈ કામને લઈને મનમાં સંકોચ હોય તો યાદ રાખજે કે ન કરીને પસ્તાવો ખાવા કરતાં, કરીને પસ્તાવો કરવો સારી વાત છે કેમ કે કંઈક કામ કરીને બીજું કંઇ ન પણ મળે તો પણ એનો અનુભવ તો મળશે જ અને એ બધા કરતા ખૂબ કીમતી અને અમૂલ્ય છે. બધી વસ્તુઓનો અનુભવ કરજે...
Hello I am Mehul Sheladiya. Gujarati-Hindu-Indian. NAVODIAN Graduate from Government Engineering college. Aspirant,YouTube channel ( Knowledge is currency ) Business ( Kohinoor Auto Solutions ) posting blogs on life experiences and lessons earn and earn new opportunities